Shree Pancholi Seva Samaj Maha Mandal
  Member Login
  Member Registration
Shree Pancholi Seva Samaj Maha Mandal
  • Home
    • History
    • Kanha Gaye Vo Log
  • Management
    • Office Bearers
    • Past Presidents/Secretary
  • Activities
    • TABIBI SEVA SANKUL
    • SHREE PANCHOLI NEVYUG
    • MAHILA MANDAL
    • SAMAJ SURAKSHA YOJANA
    • SWAYAM
    • WEBSITE
    • C.T.SMARAK NIDHI
    • Q-WEB
  • E-Navyug
  • Q-Web
  • Metrimonial
    • Find Groom
    • Find Bride
  • My City
  • Viewer's Comments
  • Literature
  • Download
  • Home
    • History
    • Kanha Gaye Vo Log
  • Management
    • Office Bearers
    • Past Presidents/Secretary
  • Activities
    • Late: C.T. Smarak Nidhi
    • SWAYAM
    • Shri Pancholi Navyug
    • Tabibi Seva Sankul
    • Samaj Suraksha
    • Mahila Mandal
  • E-Navyug
  • Q-Web
  • Metrimonial
    • Find Groom
    • Find Bride
  • My City
  • Viewer's Comments
  • Literature
  • Download

Login

Forgot password?

Forgot Password?

Back to login

Kanha Gaye Vo Log

Cinque Terre

મહામંડળના કાર્યકરો

આપણુ મહામંડળ ૧૯૬૧ થી કાર્યરત છે, અને પાછલા ૫૫ વર્ષોમાં અનેક કાર્યકર્તાઓએ મહામંડળમાં અમૂલ્ય યોગદાન આપ્યુ છે.
આવા કાર્યકર્તાઓ વિના આપણુ મહામંડળ શક્યજ નહોત આથી મહામંડળની રચનાથી લઇ આજ સુધી નાકાર્યકર્તાઓ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરવાનો નાનકડો પ્રયાસ વેબસાઇટ કમીટીએ આ પેજ દ્વારા કર્યો છે.
આ પેજ દ્વારા આજની પેઢીને ઇતીહાસથી અવગત કરાવવાનો આશય પણ છે.


હેમંતકુમાર સી.મિસ્ત્રી.                             પ્રતિકકુમાર પી.પચોલી
પ્રમુખ                                                   ઍડમીન
પં.સે.સ.મ.મં                                            વેબસાઇટ કમીટી
DATE: 10.09.2017


Cinque Terre

સ્વ.વિઠ્ઠલદાસ મકનજી ગાંધિ.

તેઓ મહામંડળની પ્રથમ બંધારણ કારોબારીના  પ્રમુખ, વ્યારા સમાજના અગ્રણી ઉનાઇવાડીના  જીર્ણોધ્ધાર સમિતિના અધ્યક્ષ રહ્યા છે.

ધૂરંધર સમાજસેવક  મહામંડળના પ્રથમ પ્રમુખ

                      સ્વ.વિઠ્ઠલદાસ મકનજી ગાંધિ. 


Cinque Terre

સ્વ.નરોત્તમભાઇ મકનજી મિસ્ત્રી.

મુળ મુંબઇના કાર્યકર્તા અને મહામંડળના ઉપપ્રમુખ ૧૯૬૩-૬૪, પ્રમુખ ૧૯૬૫-૬૬ સેવા આપનાર આપશ્રી મહામંડળના અગ્રણી પાયાના કાર્યકર્તા રહ્યા છો.

                     સ્વ.નરોત્તમભાઇ મકનજી મિસ્ત્રી.


Cinque Terre

સ્વ. છગનલાલ ત્રીભૂવનદાસ મિસ્ત્રી.

નવસારી એમનુ જન્મસ્થાન અને સમગ્ર સમાજ એમનુ કર્મ સ્થળ, સરકારી નોકરીમાં ક્લાસ વન ઓફિસર હોવા છતા સાચા અર્થમાં ડાઉન ટુ અર્થ રહેનાર અને તમામને સાથે લઇ ચાલવાનો જેનો સ્વભાવ હતો, પંચોલી સેવા-સમાજ મહામંડળ રુપી મહાજ્યોતના પ્રજવલક સેવાના

આદર્શ રૂપ મહામંડળ સ્થાપક, સમાજની વિરલ વિભૂતીકે  જેનો પરીચય આપવો એટલે સૂર્યને આરસી બતાવવા સમાન છે.  સમાજે  જેને

“સમાજ પિતા” ના નામથી નવાજ્યા.

                 સ્વ. છગનલાલ ત્રીભૂવનદાસ  મિસ્ત્રી


Cinque Terre

સ્વ.અમ્રૃતલાલ સાકરલાલ જરીવાલા

સ્વ.અમ્રૃતલાલ સાકરલાલ જરીવાલા એટલે મહામંડળના આજીવન સેવક કાર્યકર્તા, મુળભૂત સ્વ.સી.ટી.મિસ્રી.ના જોડીદાર અને સુરતના અત્યંત જાણીતા કુટુંબ જરીવાલા ફેમીલીના મોભી.
તેઓએ આ-જીવન મહા-મંડળ માટે કાર્ય કર્યુ તમામ હોદ્દામાટે અત્યંત અનુકુળ હોવા છતા તેઓએ કોઇ હોદ્દો સ્વીકાર્યા સીવાય કાર્ય કરી
એક અનોખી પ્રથા પાડી. મહામંડળની સ્થાપનાના પાયાના કાર્યકર્તા 
જેઓ વિના મહામ્ંડળના કાર્યકર્તા ઓનું લીસ્ટ અધુરૂ રહે તેવી વિરલ વિભૂતી એટલે 
સ્વ.અમ્રૃતલાલ સાકરલાલ જરીવાલા.


Cinque Terre

સ્વ.છગનલાલ ઘેલાભાઇ. મિસ્ત્રી.

બંધારણ સમિતિના પ્રમુખ૧૯૬૧-મહામંડળમાં અનેક યોજના રજુ કરી

"નાણામંત્રી" ના માનભર્યા સંબોધન પામ્યા મહામંડળના મુખ્યદાતાઓ

પૈકિના એક અને સી.ટી.મિસ્ત્રીના જોડીદાર મુળ નવસારીના અને મુંબઈ એમની કર્મ ભૂમી  મહામંડળના મહા-માનવ ઍટલે

  

                          સ્વ.છગનલાલ ઘેલાભાઇ. મિસ્ત્રી.


Cinque Terre

શ્રી.જયેન્દ્રભાઇ નટવરલાલ પંચોલી.

જાણીતા ચિત્રકાર રંગની વિવિધતા અને  પીછીની કુમાશ જેવો મુલાયમ સ્વભાવ,  સુરેખ ચિત્રજેવી સ્પષ્ટ વિચાર-સરણી મુળ જપીપળાના પરંતુ અમદાવાદને કર્મભૂમી બનાવી "જય"ના નામથી પ્રસીધ્ધ ચિત્રકાર છે. અને મહામંડળની  સંસ્થાઓના લોગો પણ તેઓ ડીઝાઇન કર્યા છે.

                     શ્રી.જયેન્દ્રભાઇ નટવરલાલ પંચોલી.


Cinque Terre

સ્વ. જમનાદાસ ભગવાનજી પંચોલી

વ્યહવાર કુશળતા,પ્રબળ ઇચ્છાશક્તિ,અને સખાવતના ત્રીવિધગુણોના માલિક મૂળ બિલીમોરા અને કર્મ ભૂમી મુંબઈ, સમાજની આ વિભૂતી એક દાનવીર તરીકે પોતનું નામ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. આ મહામાનવ એટલે  જમુકાકા મહામંડળના પાયાના કાર્યકર્તાઓ પૈકિના એક

એવા

                     સ્વ. જમનાદાસ ભગવાનજી પંચોલી.


Cinque Terre

સ્વ.છગનભાઇ ફકિરભાઇ પંચોલી

મુળ વ્યારાના અને વ્યારા એકમના પ્રમુખ તરીકે પણ ઉજ્જવળ માર્ગદર્શક સાબીત થયેલ મહામંડળના દશાબ્દી વર્ષના પ્રમુખ અને મહામંડળ રુપી સાગરનું એક અન્ય અમુલ્ય મોતી  અને મહામંડળના માજીપ્રમુખ

           સ્વ.છગનભાઇ ફકિરભાઇ પંચોલી


Cinque Terre

સ્વ.નવીનચંદ્ર છોટાલાલ ગજ્જર.

આ કાર્યકર્તા મુળ સુરતના વતની છે. સુરતની  વાડીનો પ્લાન અને બાંધકામમાં તેઓનો ફાળો નોંધનીય રહ્યો છે. સુરત પંચના માજી પ્રમુખ

અને મહામંડળના આજીવન કાર્યકર્તા, હામંડળમાં સહમંત્રી થી શરુઆત કરી

પ્રમુખપદ શોભાવનાર અને બહુમુખી પ્રતિભા મહામંડળના તબીબી સેવા સંકુલના તેઓ સ્થાપક છે.

                      સ્વ.નવીનચંદ્ર છોટાલાલ ગજ્જર.


Cinque Terre

શ્રી પ્રશાંતભાઇ વિઠ્ઠલદાસ ગાંધી

મહામંડળના દશાબ્દી-વર્ષના મહામંત્રી, અને મહેશભાઇમિસ્ત્રી સાથે મળી મહામંડળ માટે વિવિધ યોજનાના સહભાગી, નવયુગના પ્રથમતંત્રી અને મહામંડળમાં વિવિધ હોદ્દાઓ પર  સેવા આપી પ્રમુખપદ શોભાવનાર મહામંડળના  આજીવન કાર્યકર્તા અને વ્યારા એકમનું  અણમોલ રતન

                શ્રી પ્રશાંતભાઇ વિઠ્ઠલદાસ ગાંધી


Cinque Terre

શ્રી.સૂર્યકાંત એમ. પંચોલી

મૂળ વડોદરા નિવાસી વડોદરાના મુખ્ય કાર્યકર્તા મહામંડળના એક વધુ સંનીષ્ઠ કાર્યકર્તા પાલ વિભાગમાં પ્રથમ પ્રમુખ બનવાનું સદભાગ્ય

તેઓને ફાળે જાયછે.

                             શ્રી.સૂર્યકાંત એમ. પંચોલી


Cinque Terre

સ્વ કુમારભાઇ અમૃતલાલ મિસ્ત્રી

કુમારભાઇ કદાચ એક માત્ર એવી વ્યક્તિ છે કે જેણે મહામંડળની ૫૦ માંથી ૫૦ સામાન્ય સભામાં હાજરી પુરાવી હોય તેઓએ મહામંડ્ળમાં મહામંત્રી,  ઉપપ્રમુખ, પ્રમુખ, સી.ટી.સ્મારકના મંત્રી, તરીકે સેવા આપી છે.

મહામંડળના પાયાના કાર્યકર્તા અને સી.ટી.સ્મારકનિધિ ના સ્થાપક સભ્ય છે. મહામંડળના આજીવન કાર્યકર્તા કે જેણે સમાજ સુરક્ષામાં વારસદાર તરીકે "મહામંડળ" લખ્યુ.અને તેઓના મૃત્યુ બાદપણ મહામંડળને ૫૧,૦૦૦.૦૦ આપનાર કાર્યકર્તા

              સ્વ. કુમારભાઇ અમૃતલાલ મિસ્ત્રી


Cinque Terre

ડો. મહેશભાઇ મોહનલાલ મિસ્ત્રી

મુળ ચીખલીના વતની , પ્રમુખ તરીકે અંકલેશ્વરને જાગૃત કર્યા બાદ એકાએક મહામંડળમાં આવ્યા મહામંડળમાં ટ્રસ્ટી,તબિબિ સંકુલના પ્રમુખ તરીકે,મહામંડળના ફાયનાન્સ કમીટીના અધ્યક્ષ તરીકે સેવા આપી , પ્રમુખ તરીકે મહામંડળ ને સુશુપ્ત દશામાંથી બહાર કાઢી પ્રાણ સંચાર કરી  મહામંડળ માટે સાચા અર્થમાં ડૉક્ટર પુરવાર થયેલ અને સમાજ સુરક્ષા    યોજનાના જનક  મહામંડળના આજીવન કાર્યકર્તા.

                        ડો. મહેશભાઇ મોહનલાલ મિસ્ત્રી.


Cinque Terre

શ્રી અમ્રતલાલ સી. પંચોલી

 વડોદરા એકમમાં મહત્વનો ભાગ ભજવી તેઓ મહામંડળના  પ્રમુખ તરીકે વડોદરા એકમનું પ્રતિનીધિત્વ કર્યુ. મહામંડળના માજીપ્રમુખ 

                    શ્રી અમ્રતલાલ સી. પંચોલી









Cinque Terre

શ્રી રમેશભાઇ નાથાલાલ પંચોલી.

વડોદરાના પાયાના કાર્યકર્તા  વડોદરા એકમમાં મહત્વનો ભાગ ભજવી તેઓ મહામંડળના પ્રમુખ તરીકે સેવા આપનાર  મહામંડળના માજીપ્રમુખ

                     શ્રી રમેશભાઇ નાથાલાલ પંચોલી. 


Cinque Terre

ડૉ. ભૂપેન્દ્રભાઇ પંચોલી

મુળ મુંબઇના અને વ્યવસાયે ડોક્ટર એવા ભૂપેન્દ્રભાઇ મુંબઈ એકમના પ્રમુખતરીકે સેવા આપી ચૂક્યા છે.મુંબઇ અધિવેશનના સફળ શીલ્પી  છે. તેઓ મહામંડળમાં ટ્રસ્ટી, તબિબિ સંકુલના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.  મહામંડળના બીજા  ડૉક્ટર પ્રમુખ છે.

                     ડૉ. ભૂપેન્દ્રભાઇ  પંચોલી


Cinque Terre

નવીનભાઇ વિ.પંચોલી

વ્યારાના સહમંત્રી થી પ્રમુખ તરીકે સેવા આપી મહામંડળમાં પાયાના કાર્યકર્તા તરીકે શરુઆત કરી મહામંડળમાં સહમંત્રી, મહામંત્રી ટ્રસ્ટી

સમાજસુરક્ષા કમિટી અધ્યક્ષ , તરીકે યશસ્વી કાર્ય કરનાર તથા મહામંડળને મળેલ   ૫૦૦૦૦૦ +૫૦૦૦૦૦ + ૫૦૦૦૦૦

 દાનના પેરક પ્રમુખ. એટલે વ્યારાના


નવીનભાઇ વિ.પંચોલી.


Cinque Terre

શ્રી સુમનલાલ એસ. પંચોલી

મુળ રાજપીપળાના રહેવાસી  સુમનભાઇ રાજપીપળા અધિવેશનના પ્રમુખ રહી ચૂક્યા છે. મહામંડળના માજીપ્રમુખ.

                  શ્રી સુમનલાલ એસ. પંચોલી


Cinque Terre

ગીરીશચંદ્ર આઇ.ગજ્જર.

સુરત સેવાસમાજના ઉપપ્રમુખ,અને ૯ વર્ષ સુધી પ્રમુખપદ સંભાળ્યા બાદ મહામંડળમાં પ્રમુખ તરીકે સીધી એન્ટ્રીલઇ મહામંડળના  સુવર્ણ જયંતિ અધિવેશનના શીલ્પી બન્યા.  વેબસાઇટ સાઇટનું લોન્ચીંગ એમની

એક મહત્વની ઉપલબ્ધિ છે.  જે દ્વારા મહામંડળે વિશ્વફલક પર પગરણ માંડ્યા.

                         શ્રી.ગીરીશચંદ્ર આઇ.ગજ્જર.


Cinque Terre

સ્વ. ડાહ્યાભાઇ ડી.મિસ્ત્રી

તેઓ મહામંડળની પ્રથમ બંધારણ કારોબારીના મહામંત્રી,અને સી.ટી.સ્મારક

નિધિ યોજનાના ઘડવૈયા  એક અત્યંત સૌમ્ય વ્યક્તીત્વના માલિક

અને આજીવન કાર્યકર્તા  મુંબઇ એકમે જેમને "સમાજરત્ન"તરીકે

સન્માન્યા છે.

                    સ્વ. ડાહ્યાભાઇ ડી.મિસ્ત્રી


Cinque Terre

સ્વ.ભોગીલાલ કિકાભાઇ મિસ્ત્રી.

મુંબઇના શરુઆતના સ્થાપકો પૈકિના એક  મહામંડળના એક સંનીષ્ઠ કાર્યકર્તા એક  કુશળ સંચાલક, તેઓએ સી.ટી.સ્મારક નિધિના મંત્રી, પ્રમુખ તથા મહામંડળના  મહામંત્રી તરીકે અમીટ છાપ છોડી છે.

                  સ્વ.ભોગીલાલ કિકાભાઇ મિસ્ત્રી.


Cinque Terre

સ્વ. પ્રમોદચંદ્ર એમ. મિસ્ત્રી

વ્યવસાયે આર્કિટેક્ટ એવા મહામંડળના યુવા કાર્યકર્તા, તેઓનું એક દશકાનું

સામાજીક જીવન મહામંડળ પર સતત છવાયેલ રહ્યુ. કુદરતને કદાચ તેઓની સેવાની વધુ જરુરીયાત હતી, ઓછા સમયમાં બધાના દીલોમાં પોતાનું સ્થાન કાયમ કરનાર.

                       સ્વ. પ્રમોદચંદ્ર એમ. મિસ્ત્રી

Cinque Terre

શ્રી.અમૃતલાલ નરોત્તમદાસ મહેતા

મુળ સુરતના વતની અને સુરતના પાયાના  કાર્યકર્તા ૧૦ વર્ષ સુધી સુરતપંચના મંત્રીતરીકે સેવા આપી છેલ્લા ૧૨ વર્ષથી પંચના વહીવટદાર

તરીકે સફળ કાર્ય કરનાર સુરતના સ્પષ્ટવક્તા અને પાયાના કાર્યકર્તા મહામંડળમાં યુવા વયે સમાજપિતા સાથે કાર્ય કરી મહામંડળમાં મહામંત્રી

તરીકે પોતાની છાપ છોડનાર

                  શ્રી.અમૃતલાલ નરોત્તમદાસ મહેતા.

Cinque Terre

સ્વ.અમૃતલાલ ભીખાભાઇ પંચોલી.

મુળ સુરતના કાર્યકર્તા સુરત પંચના પ્રમુખપદે રહી ચૂકેલ ડાઉન ટુ અર્થ કાર્યકર્તા. મહામંડળમાં ખજાનચી પદે રહી આર્થિકપાસાને વ્યવસ્થીત રાખવામાં તેઓનો ફાળો નોંધપાત્ર છે. ૧૯૭૭-૭૮ માં ખજાનચી

કમ મહામંત્રીની બેવડી જવાબદારી સફળતા પૂર્વક અદા કરનાર ખંતીલા કાર્યકર્તા  એટલે.

                 સ્વ.અમૃતલાલ ભીખાભાઇ પંચોલી.


Cinque Terre

શ્રી.અરવિંદભાઇ નારણદાસ પંચોલી

વ્યારા સમાજના ૨૦ વર્ષ સુધી ઉપપ્રમુખ અને ટ્રસ્ટી,પ્રમુખ, ઉનાઇવાડીના મંત્રી,પ્રમુખ તરીકે  સફળ સુકાની સાબીત થયા છે..

મહામંડળમાં પ્રશાંતભાઇના જોડીદાર કદાચ  મહામંડળના એકમાત્ર એન.આર.આઇ. મહામંત્રી  હોદ્દેદાર

                   શ્રી.અરવિંદભાઇ નારણદાસ પંચોલી.

Cinque Terre

સ્વ.રમણભાઇ પંચોલી

સ્વ.રમણભાઇ પંચોલી એટલે મહામંડળમાં પાલ વિભાગનું એક મજબુત પ્રતિનીધિત્વ. મહામંડળમાં પાલ વિભાગના આજીવન પ્રતિનીધિ , મહામંડળના મહામંત્રી તરીકે એમની સેવા નોંધપાત્ર રહી છે.


                                   સ્વ.રમણભાઇ  પંચોલી


Cinque Terre

શ્રી.ભરતભાઇ ચંપકલાલ પંચોલી

મુળ વ્યારાના અને વ્યારા એકમના મંત્રી, હાલમાંપ્રમુખ તરીકે વરણી પામેલ છે.  મહામંડળમાં તેઓ સહમંત્રી,મહામંત્રી,ટ્રસ્ટી

અને હાલમાં ફાયનાન્સબોર્ડના અધ્યક્ષ, તરીકે પોતાની કુશળતાનો લાભ સમાજમાં પ્રસરાવી રહ્યા છે. 

                               શ્રી.ભરતભાઇ ચંપકલાલ પંચોલી.


Cinque Terre

સ્વ ભગવાનદાસ મકનજી મિસ્ત્રી.

સરદારની ભૂમી બારડોલી એમની પણ કર્મભૂમી દેશની આઝાદીની ચળવળમાં ભાગ લઇ સમાજને ગૌરવ અપાવનાર ખાદીધારી

સ્વાતંત્રવીર  “ભગુભાઇ’ ના હુલામણા  નામથી જાણીતા  મહામંડળમાં પણ એટલોજ  અગત્યનો ભાગ ભજવનાર નવયુગને બાલ્યાવસ્થા

થી તરુણા અવસ્થા સુધીની સફર કરાવનાર તંત્રી

                સ્વ ભગવાનદાસ મકનજી મિસ્ત્રી.


Cinque Terre

સ્વ.શાંતીલાલ નાથુભાઇ પંચોલી

મુળ  વડોદરાના ધીર ગંભીર વ્યક્તિત્વ પરંતુ લેખનમાં હળવાશ અને માર્મીકતા તેઓની લાક્ષણીકતા , મહામંડળના ઉપપ્રમુખ રહી ચૂકેલ, શાંતીલાલભાઇ એટલે   ઇતિહાસ અંકના લેખનમાં મહત્વનો ફાળો

આપનાર કવિ હદય મહામાનવ.

નવયુગને ૧૧-૧૧ વર્ષ સુધી અનેક મુશ્કેલીમાં સંભાળનાર એકમાત્ર

તંત્રી જે હવે આપણી વચ્ચે નથી.

                        સ્વ.શાંતીલાલ નાથુભાઇ પંચોલી

Cinque Terre

એન્જી. હેમંતકુમાર છગનલાલ. મિસ્ત્રી

વ્યવસાયે આર્કિટેક્ટ એવા હેમંતભાઇ સુરતની નવીવાડી, ઉનાઇવાડીના પ્લાનીંગ બાંધકામમાં પોતાનીસેવા આપી ચૂક્યા છે, છેલ્લા ૧૬ વર્ષથી

સુરતપંચના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ૨૫ વર્ષની યુવા વયે મહામંડળમાં જોડાયાબાદ  છેલ્લા ૨૭ વર્ષોમાં મહામંડળમાં ટ્રસ્ટી

 નવયુગ સહતંત્રી, તંત્રી,સી.ટી.સ્મારક નિધિ પ્રમુખ, વેબસાઇટના અદ્યક્ષ ,       અને હવે મહામંડળના  ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.                                                  વેબસાઇટના તેઓ જનક છે.

                    એન્જી. હેમંતકુમાર છગનલાલ. મિસ્ત્રી.

Cinque Terre

શ્રી.ચેતનભાઇ વિઠ્ઠલદાસ પંચોલી

મુળ રાજપીપળાના અને ભરુચ એમની કર્મ ભૂમી,અત્યંત સ્ષટવક્તા, મહેશભાઇ મિસ્ત્રીના જોડીદાર કાર્યકર્તા,  મહામંડળમાં જાગૃત ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે  શ્રી પંચોલી નવયુગના માજીતંત્રી 

                અને ચેતનાનો આતષ એટલે

               શ્રી.ચેતનભાઇ વિઠ્ઠલદાસ પંચોલી.

Cinque Terre

શ્રી.દિનેશભાઇ મિસ્ત્રી

મુળ વતન ચિખલી, અંકલેશ્વરમાં તેઑ સ્થાયી થયા અને પ્રિન્ટીંગ પ્રેસ નાંખી કાર્ય ચાલુ કર્યુ. શ્રીચેતનભાઇના અવકાશમાં મહામંડળના નવયુગના તંત્રી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ કે નવયુગે પાછળ ફરીને જોયુ નથી.નવયુગને નફો કરતુ કરવામાં તેઓનો ફળો અમુલ્ય.
સ્વભાવે અત્યંત નરમ,સરળ એવા નવયુગના હાલના તંત્રી.
શ્રી.દિનેશભાઇ મિસ્ત્રી


Cinque Terre

હસુમતિબેન ડાહ્યાભાઇ મિસ્ત્રિ

મહામળમાં મહીલા કાર્યકર્તા તરીકે પ્રથમનામ હસુમતિબેન ડાહ્યાભાઇ મિસ્ત્રિનું યાદ આવે, તેઓ ડહ્યાભાઇ ડી.મિસ્ત્રીના સહધર્મચારીણી. સ્પષ્ટ વિચારો અને સંતુલીત ભાષા તેઓની વિષેશતા.મુંબઇ નીવાસી એવા....
હસુમતિબેન ડાહ્યાભાઇ મિસ્ત્રિ


Cinque Terre

મધુભાઇ પંચોલી

 મધુભાઇ પંચોલી મુળ વડોદરા એકમના સભ્ય , મહામંડળમાં થોડા સમય એકાઉન્ટના  કામ ગુચવાયા અને મધુભાઇએ આ તમામ એકાઉન્ટ સુ-વ્યવસ્થીત કરી આપવામાં તેઓનો ફાળો બહુમુલ્ય છે.

                                મધુભાઇ પંચોલી


Cinque Terre

પુષ્પાબેન બાલકૃષ્ણભાઇ જરીવાલા

મુળ વ્યારાના   સુરતના જરીવાલ કુટુંબના પુત્રવધુ તરીકે પુષ્પાબેન બાલકૃષ્ણભાઇ જરીવાલા સુરતમં સ્થાયી થયા અને મહામળમાં મહીલા કાર્યકર્તા તરીકે મહામંડળમાં સહ-મંત્રી તરીકે સેવા આપી ....
                              પુષ્પાબેન બાલકૃષ્ણભાઇ જરીવાલા 




Navigation

  • Home
  • Our Centers
  • Metrimonials
  • Inquiry
  • Contact

Activities

  • Late: C.T. Smarak Nidhi
  • Swayam
  • TABIBI SEVA SANKUL
  • SHREE PANCHOLI NEVYUG
  • MAHILA MANDAL
  • SAMAJ SURAKSHA YOJANA
  • SWAYAM
  • WEBSITE
  • C.T.SMARAK NIDHI
  • Q-WEB
  • Main Admin: Er. Pratik Pancholi
  • MOBILE: +91 90335 69133
  • Email : infospssmm@gmail.com
  • Web site update : 02-02-2019

Location Map

Copyright © 2016 Shree Pancholi Seva Samaj Maha Mandal. All rights reserved
Check Your Mail
Design By: Maya Creations