Login Required

Please log in to your account to view the full photo gallery and access member features.

Login Now

Our Activities

Discover the initiatives and social works undertaken by our community to foster growth and support.

SHRI PANCHOLI SAMAJ SURKSHA YOJNA

મહામંડળના આજીવન કાર્યકર્તા એવા મહેશભાઇ એમ.મિસ્ત્રી અને તેઓના સહકાર્યકર્તા દ્વારા આ યોજના મૂર્તિમંત કરવામાં આવી જેને હવે લગભગ 30 વર્ષો થયા. આ સંસ્થાના સભ્યો ના નિધન થવાના પ્રસંગે સભ્યના નોમીનીને ચોક્કસ આર્થિક સહાય પુરી પાડે છે. હાલમાં આ સંસ્થાના ૧૬૫૦ ઉપર સભ્યો છે. પ્રથમ થી જ વ્યારા એકમ આ સસ્થાનું સુકાન સંભાળતું આવ્યું છે , હાલમાં શ્રી મનીષભાઈ પંચોલી આના પ્રમુખ છે .

Q-WEB

LATE C.T. MISTRY SMARAK NIDHI

મહામંડળના આજીવન પયાના કાર્યકર્તા કે જેઓને 'સમાજ પિતા" તરીકે નવાજવામા આવ્યા છે તેવા સ્વ. છગનલાલ ત્રીભોવનદાસ મિસ્ત્રી ની યાદમાં ૧૯૭૮ માં સ્વ. છગનલાલ ત્રીભોવનદાસ મિસ્ત્રી સ્મારક નિધિ ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા એજ્યુકેશન ક્ષેત્રે કાર્ય કરે છે. હલમાં શ્રી,નીલેશ જે.પંચોલી આ સંસ્થાના અધ્યક્ષ તરીકે સેવા આઅપી રહ્યા છે ૨૩મી મે ૨૦૨૬

Website

શ્રી. પ્ંચોલી સેવા સમાજે સુરત મુકામે શ્રી ગીરીશચ્ંદ્ર ગજ્જર ના અધ્યક્ષ સ્થાને મળેલ સામાન્ય સભા (૨૦૦૯) માં એક ઐતાહાસીક નીર્ણય લેતા સુરત એકમ દ્વારા રજુ થયેલ મહામંડળની વેબ-સાઇટ બનાવવાની મંજુરી સેલ્ફ ડીપેન્ડન્ટ કરવાની જવાબદારી સાથે સુરતના હેમંતભાઇ મિસ્ત્રીને એ 03.01.2009 ના રોજ અંકલેશ્વર મુકામે મહામંડળને વિશ્વફલક પર મુકયુ. અને વેબ-સાઇટની શરુઆત થઇ. ત્યારથી હેમન્તભાઈ , ધવલભાઈ , પ્રતિકભાઈ , સ્વપ્નિલભાઈ , વી એ વેબસાઈટ સંભાળી . જેને પગભર કરવામા ફાળો આપ્યો, સુરતના પૂર્ણીમાબેન કમલેશભાઇ ગજ્જર, ભારતીબેન, મૃદુતા, શ્વેતા મિસ્ત્રી (સુરત), કે.મિસ્ત્રી. (યુ.એ. ઇ., ), પલ્લવી-જીતેન્દ્ર મિસ્ત્રી (અમદાવાદ), જીતેન્દ્રભાઈ પચ્ચીગર (સુરત usa),શોભાબેન કે.મિસ્ત્રી (યુએઈ), નિશિકાત- રેખાબેન (સુરત),રાજેન્દ્રભાઈ મિસ્ત્રી (સુરત), એલ.સી.સોશ્યલ ગ્રુપ(સુરત). 2009 માં શ્રીમતિ પૂર્ણીમાબેન કમલેશભાઇ ગજ્જર તરફથી 1.30,000. નું ડોનેશન મળ્યું. તથા તમામ કો સ્પોન્સર્સ તરફથી 10,000 થી વધુના ડોનેશન મળ્યા. સુરતે વેબ-સાઇટ સેલ્ફ ડીપેન્ડન્ટ કરવાની જવાબદારી સાચા અર્થમાં નિભાવતા 90% ડોનેશન સુરત એકમ તરફથી મળ્યું . આભાર સુરત . 2009 થી 2026 સુધીમાં વેબસાઈટ 3 વાર નવા સ્વરૂપે નવા ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી . અને હાલમાં 12.07.2026 ના રોજ વેબ સાઈટ અને સાથે સાથે મોબાઈલ એપ પણ રજૂ કરી વેબ સાઈટના યુવા કાર્યકર્તાઓએ સમાજની પ્રગતિમાં એક વધુ પગલું મૂક્યું . હાલમાં એડમીન તરીકે પ્રતિકભાઇ પંચોલી.(સુરત) તથા કો-એડમીન તરીકે મ્રુદુતા મિસ્ત્રી પંચોલી વેબ-સાઇટમનું સુકાન સંભાળી રહ્યા છે. તથા હેમંતભાઈ મિસ્ત્રી. એડવાઇઝર તરીકે કાર્ય કરી રહ્યા છે.

Mahila Mandal

સમાજ ની મહિલા માટે આ સગઠન ની સ્થાપના થી હતી , સમાજના જુદા જુદા એકમો સાથે મળી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે , આ સંગઠન 2 મહિલા અધિવેશન પણ કરી ચૂક્યું છે . હાલમાં ગીતાબેન ગાંધી સંગઠનના અધ્યક્ષ છે .

SWAYAM

SWAYAM એ મહામંડળ દ્વારા સ્થપાયેલ યુવા સંગઠન છે. જેના પ્રથમ અધ્યક્ષા તરીકે મૃદુતા હેમંતકુમાર મિસ્ત્રી ( સુરત) ની વરણી કરવામાં આવી,તેઓએ સ્વયં (સુરત) ના નેજા હેઠળ પ્રથમ યુવા અધિવેશન ઉડાન-1- 2015 .તેમજ 2017 માં ઉડાન-2 નું અત્યંત સફળ આયોજન કરી મહામંડળે તેમનામાં મુકેલ વિશ્વાસ ને સાબીત કરી બતાવ્યો. હાલમાં આ સંગઠન હેઠળ સુરત, વ્યારા, નવસારી, અંકલેશ્વર મુકામે યુવાનો કાર્ય કરી રહ્યા છે. મુંબઇ એકમમાં ઘણા વર્ષોથી યુવા સંગઠન ચાલે છે. હાલમાં વડોદરાના ધર્મેશ સી.પંચોલી આ સંસ્થાના અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યા છે. ૨૩મી મે ૨૦૨૬

SHREE PANCHOLI NEVYUG

શ્રી પંચોલી સમાજ ના પ્રકાશનનો ઇતિહાસ ઘણો મોટો છે સૌપ્રથમ "આઝાદ" નામનું મેગેઝીન સુરત મુકામ થી શ્રી હીરાલાલ અમૃતલાલ મહેતા અને નવીનચંદ્ર પ્રકાશિત કરતા હતા આ હસ્ત લેખિત પ્રકાશન હતું સવંત 1976 ની આજુબાજુ "શ્રેયસ સમાજ," ના નામનું પત્ર પ્રકાશન થતું હોવાની માહિતી છે 1931- 32 ની સાલમાં મુંબઈ સમાજ થી પંચોલી હિતેચ્છુ મંડળ ની સ્થાપના થઈ અને ,"શ્રી પંચોલી હિતેચ્છુ " નામનું માસિક પ્રકાશન કરવામાં આવતું હતું જેના તંત્રીસ્થાને શ્રી નગીનદાસ જીવણભાઈ મહેતા હતા. 1949 માં પંચોલી બંધુ નામનો પ્રકાશન પ્રકાશિત થયાનું માહિતી છે મુંબઈથી શ્રી હિરેન્દ્ર મોતીરામ ઝવેરી અનુ સંચાલન કરતા હતા 1962 ના માર્ચ મહિનાથી શ્રી પંચોલી નવયુગ નામનું પ્રકાશન પ્રકાશિત થવાનું ચાલુ થયું જે અવિરત રીતે આજ સુધી ચાલુ છે નવયુગમાં સૌ પ્રથમ સ્વ. પ્રશાંતભાઈ ગાંધી એ તંત્રી તરીકે સેવા આપી ત્યારબાદ બારડોલીના ગાંધીવાદી એવા સ્વ.ભગવાનદાસ મિસ્ત્રી તેઓ બાદ વડોલ વડોદરા ના કવિ એવા સ્વ. શાંતિલાલ નાથુભાઈ પંચોલી બાદ સુરતના હેમંતકુમાર સી. મિસ્ત્રી ,ભરૂચના શ્રી ચેતનભાઇ વી પંચોલી , ત્યારબાદ અંકલેશ્વરના શ્રી દિનેશભાઈ એમ મિસ્ત્રી અને હાલમાં જય પંચોલી વડોદરા નવયુગના તંત્રી તરીકે સેવા આપી રહ્યા છે Publisher & Printers: Mr. jay pancholi behalf of Shri Pancholi Seva Samaj Maha mandal. Add Of Printers: Email Id : pancholinavyug@ gmail.com Phone: :

TABIBI SEVA SANKUL

મહામંડળના માજી પ્રમુખ અને મુળ સુરતના સ્વ.નવિનચંદ્ર સી. ગજ્જર ની પ્રસંશનીય શરુઆતથી તબિબિ સેવા સ્ંકુલનો પાયો નંખાયો. મહામંડળની આ સંસ્થા સમાજના સભ્યોની મેડીકલ સહાય માટે તત્પર રહે છે. હાલમાં આ સંસ્થાનુ સુકાન સમાજના યુવા ડોક્ટર ડો.વિસ્મય મિસ્ત્રી (અંકલેશ્વર) અને પારસ મિસ્ત્રી.(અંકલેશ્વર) સંભાળી રહ્યા છે.