Login Required

Please log in to your account to view the full photo gallery and access member features.

Login Now
Home / History
Heritage & Legacy

Our Story

The roots, journey, and pride of the Pancholi Samaj.

પંચોલી સમાજનો ઇતિહાસ

Chapter 1 24 Apr 2026
સમાજ નો ઇતિહાસ 200 - 300 વર્ષ જૂનો છે જેને લેખિત હસ્તપ્રતો આપણા ઈતિહાસ સંઘમાં જણાવેલ છે જે મુજબ 1818 અને 1823 ની સાલના લેખિત બંધારણ સુરત પંચમાંથી મળ્યા છે આ બંધારણમાં એકમાં 22 જુલાઈ 1818 શેઠ ગોપાળ ખુશાલ અને બીજામાં પૂજયાં મકન પટેલ ની સહી છે.
અગાઉ દરેક ગામના લેખિત બંધારણ નહીં હતા આથી આવા ગામોમાં કોઈ મોટા નિર્ણય લેવાના થાય ત્યારે ચાર ગામ એટલે કે ચાર ચોખરા કે આઠ ચોખરા મોટા નિર્ણયો લેવા માટે મળતા જેને ઇઠ્ઠીયાસી કહેવાતું જેનો નિર્ણય સર્વ માન્ય રહેતો.
રેકોર્ડ મુજબ 1966 માં સુરત મુકામે, 1969 માં સરભણ મુકામે, 1978 માં અમલસાડ મુકામે, 1981 માં નવસારી મુકામે, 1985 માં ગણદેવી મુકામે , 1987 માં નવસારી મુકામે, 1987 માં સુરત મુકામે ઇઠ્યાસી મળ્યા ના રેકર્ડ છે.
સમાજની વસ્તી સામાન્ય સંજોગોમાં વાપી થી તાપી સુધી હતી પરંતુ લોકોએ ધંધા માટે આ ક્ષેત્રની બહાર જઈને પણ વસવાટ શરૂ કર્યો , આમ આપણો સમાજ અન્ય ગામોમાં એટલે મુંબઈ થી અમદાવાદ સુધી વિસ્તર્યો . 16.9.1961 માં નવસારી મુકામે ભરાયેલ અધિવેશનમાં શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળ ની સ્થાપનાને મંજૂરી મળી તથા 9.9.1962 ના રોજ વડોદરા અધિવેશનમાં બંધારણને મંજૂરી આપવામાં આવી, ત્યારે મહામંડળ માં કુલ 24 એકમો હતા જે આજે 27 છે.
સમાજને એકત્ર કરવા માટે આઝાદી પહેલાથી જ કોશિશ ચાલુ થઈ ગઈ હતી 1931- 32 માં પંચોલી હિતેચ્છુ મંડળની સ્થાપના થઈ , પરંતુ એક વર્ષમાં તે બંધ થઈ ગયુ, 1945માં મુંબઈ એકમે શ્રી પંચોલી જ્ઞાતિ મંડળની સ્થાપના કરી તેનું બંધારણ 14.8.48 ના રોજ અમલમાં મૂક્યુ.
1962 માં માર્ચ મહિનામાં શ્રી પંચોલી નવયુગ નો પ્રથમ અંક પ્રકાશિત થયો જે અવિરત પણે આજે પણ ચાલુ છે. એ સિવાય એની અગાઉ અન્ય પણ પ્રકાશનો પ્રકાશિત થતા હતા જેની વિગત એક્ટિવિટી માં પંચોલી નવયુગમાં આપેલ છે.
મહામંડળના આધ્ય સ્થાપકો
સ્વ છગનલાલ ત્રિભોવનદાસ મિસ્ત્રી નવસારી -સુરત
સ્વ. અમૃતલાલ સાકાર લાલ જરીવાલા સુરત

મહામંડળના રચયિતા

સ્વ. ડાયાભાઈ દુર્લભભાઈ મિસ્ત્રી મુંબઈ
સ્વ. જીતેન્દ્ર નગીનદાસ મિસ્ત્રી મુંબઈ

મહામંડળના પહેલા સુકાની
સ્વ વિઠ્ઠલદાસ મકાન દાસ ગાંધી વ્યારા

શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળ ની સ્થાપના બાદ આ મંડળ સતત પ્રગતિ કરતું રહ્યું છે અને જુદા જુદા એકમો ના પ્રતિષ્ઠ િત વ્યક્તિઓએ આમાં પોતાનું યોગદાન આપ્યું છે.
સમય જતા મહામંડળ પોતાની સમલગ્ન સંસ્થાઓ જેવી કે

"સમાજ પિતા" સ્વર્ગસ્થ છગનલાલ ત્રિભોવનદાસ મિસ્ત્રી સ્મારક નિધિ
શ્રી પંચોલી નવયુગ
તબીબી સેવા સંકુલ
શ્રી પંચોલી સમાજ સુરક્ષા યોજના
યુવા સંગઠન સ્વયં
મહિલા સંગઠન
અને વેબસાઈટ કમિટી ની સ્થાપના કરી પોતાનો કાર્યક્ષેત્ર વિસ્તાર્યું છૅ.
આજે ભારત ઉપરાંત કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા , સાઉથ આફ્રિકા યુકે, માં સમાજ બંધુઓ કાયમી વસવાટ કરે છે.
* સંદર્ભ : પંચોલી ઇતિહાસ દર્પણ