Activity Showcase
SHREE PANCHOLI NEVYUG
શ્રી પંચોલી સમાજ ના પ્રકાશનનો ઇતિહાસ ઘણો મોટો છે સૌપ્રથમ "આઝાદ" નામનું મેગેઝીન સુરત મુકામ થી
શ્રી હીરાલાલ અમૃતલાલ મહેતા અને નવીનચંદ્ર પ્રકાશિત કરતા હતા આ હસ્ત લેખિત પ્રકાશન હતું
સવંત 1976 ની આજુબાજુ "શ્રેયસ સમાજ," ના નામનું પત્ર પ્રકાશન થતું હોવાની માહિતી છે
1931- 32 ની સાલમાં મુંબઈ સમાજ થી પંચોલી હિતેચ્છુ મંડળ ની સ્થાપના થઈ અને ,"શ્રી પંચોલી હિતેચ્છુ " નામનું માસિક પ્રકાશન કરવામાં આવતું હતું જેના તંત્રીસ્થાને શ્રી નગીનદાસ જીવણભાઈ મહેતા હતા.
1949 માં પંચોલી બંધુ નામનો પ્રકાશન પ્રકાશિત થયાનું માહિતી છે મુંબઈથી શ્રી હિરેન્દ્ર મોતીરામ ઝવેરી અનુ સંચાલન કરતા હતા
1962 ના માર્ચ મહિનાથી શ્રી પંચોલી નવયુગ નામનું પ્રકાશન પ્રકાશિત થવાનું ચાલુ થયું જે અવિરત રીતે આજ સુધી ચાલુ છે
નવયુગમાં સૌ પ્રથમ સ્વ. પ્રશાંતભાઈ ગાંધી એ તંત્રી તરીકે સેવા આપી ત્યારબાદ બારડોલીના ગાંધીવાદી એવા સ્વ.ભગવાનદાસ મિસ્ત્રી તેઓ બાદ વડોલ વડોદરા ના કવિ એવા સ્વ. શાંતિલાલ નાથુભાઈ પંચોલી બાદ સુરતના હેમંતકુમાર સી. મિસ્ત્રી ,ભરૂચના શ્રી ચેતનભાઇ વી પંચોલી ,
ત્યારબાદ અંકલેશ્વરના શ્રી દિનેશભાઈ એમ મિસ્ત્રી અને હાલમાં જય પંચોલી વડોદરા નવયુગના તંત્રી તરીકે સેવા આપી રહ્યા છે
Publisher & Printers: Mr. jay pancholi behalf of Shri Pancholi Seva Samaj Maha mandal.
Add Of Printers:
Email Id : pancholinavyug@ gmail.com
Phone: :
Associated Members
The dedicated individuals involved in making this activity a success.
jay pancholi
EDITOR
Jigar mapara
JOINT EDITOR